પોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ

પોક્સોમાંથી દૂર થાય માફીની જોગવાઈ કોવિન્દ
નવી દિલ્હી, તા. 6 : દેશભરમાં મહિલાઓ ઉપર વધી રહેલા અપરાધ અંગે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પોક્સો એક્ટમાંથી માફીની જોગવાઈ દૂર કરવા કહ્યું છે. કોવિન્દના કહેવા પ્રમાણે પોક્સો એક્ટ હેઠળ અપરાધીઓને દયા અરજીનો વિકલ્પ ન મળવો જોઈએ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું હતું.  
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ઉમેર્યું હતું કે, પોક્સોમાંથી દયા અરજીનો વિકલ્પ હટાવવા  મુદ્દે સંસદમાં વિચાર થવો જોઈએ. આ સાથે મહિલાઓ સામેના અપરાધને રોકવા માટે યુવકોના મનમાં યુવતીઓ અને મહિલાઓ પ્રત્યે સન્માનનો ભાવ પેદા કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેની જવાબદારી દેશના દરેક માતા-પિતાની છે. મહિલા સુરક્ષા એક ગંભીર વિષય છે. જેના ઉપર ખૂબ જ ઓછું કામ થયું છે અને હજી ઘણી કામગીરી કરવાની બાકી છે.

Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer