કાંદા, બટાટા બજાર રજાના દિવસે ચાલુ રહેશે

પુણે, તા. 7 : રાજ્યમાં કાંદા, બટાટા અને ટામેટાંની આવક થાય છે એ ખાસ કરીને પુણે, નાશિક, અહમદનગર, સોલાપુર, કોલ્હાપુર, સાતારા, થાણે અને મુંબઈની એપીએમસી બજાર સમિતિએ શાસકીય, સાર્વજનિક અને બજાર સમિતિને સાપ્તાહિક રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવે અને ખેતપેદાશના ઉત્પાદક ખેડૂતો, વેપારી અને ગ્રાહકોને આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરી આપવાનો ટ્રેડ ડિરેક્ટોરેટ દ્વારા પરિપત્ર જારી કરાયો છે.  ટ્રેડ ડિરેક્ટોરેટે આ અગાઉ 8 નવેમ્બર, 2019ના પરિપત્ર દ્વારા સળંગ રજાઓ દરમિયાન બજાર સમિતિનું કામકાજ ચાલુ રાખવા જણાવાયું છે. ઉપરાંત બજારોમાં ખેતપેદાશોની ઘટેલી આવકને કારણે કાંદા, બટાટા અને ટામેટાંનાં ભાવો વધ્યા હોવાનું જણાય છે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer