રેલવે સ્ટેશનો પર પ્રી-પેઈડ ટૅક્સી

મુંબઈ, તા. 7 : રેલવે સ્ટેશનો નજીક વધુ ભાડુ વસૂલતા માથાભારે ટૅક્સીવાળાઓ પર ટૂંકમાં જ લગામ તણાશે.
સીએસએમટી, દાદર, થાણે, પનવેલ, એલટીટી, કલ્યાણ સ્ટેશનો પર આરટીઓની મદદથી પ્રી-પેઈડ ટૅક્સી ઊભી કરવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો છે.
આ અનુસાર રેલવે સ્ટેશનમાં ચાર બાય છ ફૂટ એવી જગ્યા આરટીઓને આપવામાં આવશે. આ સ્થળે આરટીઓ પ્રી-પેઈડ ટૅક્સી સ્ટેન્ડ ઊભાં કરશે તેમ જ ટૅક્સી અને રિક્ષાનાં ભાડાં નક્કી કરશે.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer