કિલો કાંદાનો ભાવ 200 રૂપિયા

પુણે, તા. 7 : ભારે તંગીને પગલે સોલાપુર માર્કેટમાં અમુક શ્રેણીના કાંદાનો ભાવ 200 રૂપિયે પ્રતિ કિલો પર પહોંચ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા ન હોવાનું એક વેપારીએ જણાવ્યું હતું.
સોલાપુરથી રવાના કરાયેલા 300 કિલો કાંદાના માલનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયાની સપાટી ઓળંગી ગયો હતો. જોકે, અન્ય બજારમાં ભાવ ઓછો હતો.
જોકે, 200 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હાલની માર્કેટની પરિસ્થિતિ દર્શાવતો નથી, કારણ અન્ય ઘણી માર્કેટમાં ઓછા છે, એમ મહારાષ્ટ્રના કાંદાના નિકાસના વેપારી દાનિશ શાહે જણાવ્યું હતું.
અન્ય એક વેપારી અતિકના જણાવ્યા મુજબ સારી ગુણવત્તાવાળા કાંદા કિલોના 170-180 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. દક્ષિણના રાજ્યોમાં આ કાંદાની સારી માગ રહે છે. નાશિક જિલ્લાની લાસલગાંવ એપીએમસી ખાતે સ્થાનિક લોકો જેને લાલ કાંદા કહે છે એણે ભાવની સર્વોચ્ચ સપાટી વટાવી કિલોદીઠ 100 રૂપિયે વેચાયા હતા.
Published on: Sat, 07 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer