મુંબઈમાં `જાપાનીઝ ફિલ્મ ફેસ્ટિવલ''નું આયોજન

મુંબઈમાં `જાપાનીઝ ફિલ્મ ફેસ્ટિવલ''નું આયોજન
નવી દિલ્હીના જાપાન ફાઉન્ડેશને પીવીઆર સિનેમા સાથે મળીને જાપાનીઝ ફિલ્મ ફેસ્ટિવલકોનીચીવા મુંબઈનું આયોજન કર્યું છે. 17થી 26 જાન્યુઆરી દરમિયાન અંધેરીના ઇનફિનિટી મોલમાં આવેલા પીવીઆર આઇકનમાં વિવિધ વિષયો ધરાવતી જાપાનની ફિલ્મો દર્શાવાશે. દસ દિવસના આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જાપાનીઝ મ્યુઝિકલ કૉમેડી ફિલ્મ `ડાન્સ વિથ મી'થી થશે. આ ફિલ્મના દિગદર્શક સિનોબુ યાગુચી અને નિર્માતા વૉર્નર બ્રધર્સ જાપાન છે. આ કાર્યક્રમ દ્વારા ભારત અને જાપાન વચ્ચે ફિલ્મો, સંસ્કૃતિ અને જીવનશૈલીના આદાનપ્રદાનનો હેતુ છે. આ ફિલ્મમાં અંગ્રેજી સબટાઇટલ્સ હશે જેથી પ્રેક્ષકોને તે સમજી શકે.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer