પ્રવીણ તાંબે આઇપીએલમાં રમી શકશે નહીં

પ્રવીણ તાંબે આઇપીએલમાં રમી શકશે નહીં
નવી દિલ્હી, તા.14: 48 વર્ષીય મુંબઇનો સ્પિનર પ્રવીણ તાંબે આઇપીએલમાં રમી શકશે નહીં. બીસીસીઆઇના નિયમ પ્રમાણે કોઇપણ ખેલાડી નિવૃત્તિ લીધા વગર વિદેશી લીગમાં 2મી શકે નહીં, તાંબે તાજેતરમાં દુબઇ અને શારજાહ ખાતે ટી-10 લીગમાં રમ્યો હતો. આઇપીએલના નવા ચેરમેન બ્રિજેશ પટેલે સ્પષ્ટ કર્યુ છે કે આથી પ્રવીણ તાંબે આઇપીએલ રમી શકે નહીં.
48 વર્ષીય તાંબેને આઇપીએલ ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 લાખમાં ખરીદ્યો હતો. તે હરાજીમાં વેંચાયો હોય  સૌથી વૃધ્ધ ખેલાડી બન્યો હતો. તેણે 2013થી 2016 દરમિયાન 33 મેચમાં 28 વિકેટ લીધી હતી. તે રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો છે.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer