પાકિસ્તાનમાં હિમપ્રપાત અને શીલાપ્રપાતમાં

84 લોકોનાં મોત
ઇસ્લામાબાદ, તા. 14 (પીટીઆઈ) : પાકિસ્તાનમાં ભારે વરસાદ અને બરફ વર્ષાને પગલે હિમપ્રપાત થતાં અને ભેખડો ધસી પડતાં મહિલાઓ અને બાળકો સહિત અંદાજે 84 જણ માર્યા ગયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા, એમ મંગળવારે મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હિમપ્રપાત બાદ 57 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લાપતા બન્યા હતા, એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. બલુચિસ્તાનમાં વરસાદ અને બરફ વર્ષાને પગલે 17 લોકોના જાન ગયા હતા.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer