સુલેમાનીને મારવામાં ઈઝરાયલે મદદ કરી હતી

તહેનાત હતું જાસૂસોનું નેટવર્ક
વોશિંગ્ટન, તા.14 : દુનિયાભરમાં પોતાની ગુપ્તચર એજન્સી `મોસાદ' માટે અને પોતાના સુરક્ષા તંત્ર માટે જાણીતા ઈઝરાયેલે ઈરાનના જનરલ સુલેમાનીની હત્યા કરવામાં અમેરિકાની મદદ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દમિશ્કમાં મોજૂદ જાસૂસોએ અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએને સુલેમાની ક્યા વિમાનથી બગદાદ આવવાના હતા તેની જાણકારી આપી હતી. ઈઝરાયેલી જાસૂસી સંસ્થાએ માહિતીની ખરાઈ કર્યા બાદ અમેરિકાને  તે અંગેની ખાતરી આપી હતી.
માત્ર આટલું જ નહીં, બગદાદ એરપોર્ટના બે સુરક્ષા અધિકારીઓએ તથા ચામ એરલાઈન્સના બે કર્મચારીઓએ પણ સુલેમાનીની બાતમી અમેરિકાને આપી હતી. ઈરાકના તપાસનીશ અધિકારીઓનું કહેવું છે કે, આ સિવાય અન્ય 4 જાસૂસ પણ સામેલ હતા. અમેરિકાની આ કાર્યવાહી અંગે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુને અગાઉથી જ જાણકારી હતી.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer