બીપીસીએલના પ્લાન્ટની આગ સ્ટાફે જ બૂઝાવી

બીપીસીએલના પ્લાન્ટની આગ સ્ટાફે જ બૂઝાવી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મંગળવારે બપોરે ચેમ્બુરના માહુલ વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ના પ્લાન્ટમાં આગ લાગી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્લાન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસેના એક ઍર કૉમ્પ્રેસરમાં બપોરે 12.40ની આસપાસ આગ લાગી હતી. આગ એટલી જોરદાર હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. 
જોકે, બીપીસીએલના એક અધિકારીએ કહ્યું હતું કે, આગ બહુ નજીવી હતી અને એને બીપીસીએલના સ્ટાફે તરત જ ઓલવી નાખી હતી. 2018માં પણ બીપીસીએલના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. મંગળવારની આગનું કારણ જાણી શકાયું નહોતું.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer