દરેક દેશને સરહદ નક્કી કરવાનો, સુરક્ષા અને ઇમિગ્રેશન નીતિઓ ઘડવાનો અધિકાર સત્યા નડેલા

દરેક દેશને સરહદ નક્કી કરવાનો, સુરક્ષા અને ઇમિગ્રેશન નીતિઓ ઘડવાનો અધિકાર સત્યા નડેલા

`મારી આશા એવા ભારતની છે, જ્યાં કોઈ ઇમિગ્રન્ટ તેનું સ્ટાર્ટઅપ ખોલે અને ભારતીય સમાજને ફાયદો પહોંચાડે' 
વાશિંગ્ટન, તા. 14 : અમેરિકાની ટેક જોઈન્ટ કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ નાગરિકતા સંશોધન કાયદા અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તેમણે કાયદા અંગે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ખોટા અને દુ:ખદ ગણાવ્યા હતા. વેબસાઈટ બજફિડના એડિટર બેન સ્મિથે સોમવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. 
સ્મિથે જણાવ્યું કે, જ્યારે તેમણે નડેલાને નાગરિકતા કાયદા અંગે સવાલ પૂછયો તો જવાબમાં કહ્યું કે, મને  લાગે છે કે ભારતમાં આ અંગે જે પણ થઈ રહ્યું છે, તે સદંતર ખોટું છે, મને ખુશી થશે જો કોઈ ઇમિગ્રન્ટ બાંગ્લાદેશી ભારતમાં આવીને અહીં મોટી કંપની ખોલે અથવા તો ઈન્ફોસીસ જેવી કંપનીના નવા સીઈઓ બને. 
સ્મિથે વધુ એક ટ્વીટમાં કહ્યું કે, નડેલાએ પોતાનો મત મનહટનમાં માઈક્રોસોફ્ટના કાર્યક્રમમાં એડિટર્સ સાથે વાતચીત કરતી વખતે આપ્યો હતો. નડેલા અમેરિકામાં ભારતીય મૂળના બે ટેક લીડર્સમાંથી એક છે. નડેલા ઉપરાંત ભારતના જ સુંદર પિચાઈ ગૂગલના ચીફ છે. 
સત્યા નડેલા મૂળરીતે ભારતના હૈદરાબાદ શહેરથી છે. તેમણે સ્મિથ સાથે તેમની બહુસાંસ્કૃતિક મૂળ અંગે પણ વાત કરી હતી. નડેલાએ કહ્યું કે, મને એ જગ્યા પર ગર્વ છે, જ્યાંથી મને મારી સંસ્કૃતિનો વારસો મળ્યો છે. હું હૈદરાબાદમાં મોટો થયો. મને હંમેશાં લાગતું હતું કે આ જગ્યા ઉછેર માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અમે ઈદની ઉજવણી કરતા હતા, ક્રિસમસ ઊજવતા હતા અને દિવાળી પણ - આ ત્રણેય તહેવાર અમારા માટે મોટા તહેવાર છે.
 નડેલાના ઈન્ટરવ્યૂ બાદ માઈક્રોસોફ્ટ ઇન્ડિયાએ આ અંગે એક નિવેદન પણ જારી કર્યું હતું. જેમાં નડેલાએ લખ્યું, હું મારા ભારતીય વારસા સાથે મોટો થયો છું. મારી આશા એક એવું ભારત બનાવવાની છે, જ્યાં બિનપ્રવાસી પણ એક સમૃદ્ધ સ્ટાર્ટઅપ ખોલે અથવા કોઈ મલ્ટિનેશનલ કંપનીને આગળ લઈ જવાનું સપનું જોઈ શકે, જેનાથી ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થાને ફાયદો થાય.
 ઈઅઅના ટીકાકારઓમાંથી એક ભારતીય ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ નાગરિકતા કાયદા અંગે બોલવા માટે સત્ય નડેલાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે સત્યાને જે કહેવું હતું તે એમણે કહ્યું, ગુહાની ગત સપ્તાહે ઈઅઅ અંગે વિરોધ પ્રદર્શન દરમિયાન બેંગલુરુમાં પોલીસે અટકાયત કરી હતી.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer