બેસ્ટે શરૂ કરી બે નવી AC બસો

મુંબઈ, તા. 15 : બેસ્ટ દ્વારા બે નવી એસી બસ શરૂ કરવામાં આવી છે. એ-260 ઓશિવરા ડેપોથી ઇન્ડિયન અૉઈલ નગર - અંધેરી સુધી જશે. આ બસ ગ્રીન પાર્ક, મિલ્લતનગર, લોખંડવાલા, લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ થઈ ઇન્ડિયન અૉાuલ જશે. તો પરેલ સ્ટેશનથી શિવડી દરમિયાન મિની એસી બસ શરૂ કરાઈ છે. બસ ક્રમાંક એ-163 શિવરીના પ્રબોધનકાર ઠાકરે ઉદ્યાનથી પરેલ સ્ટેશન (ઇસ્ટ) સુધી દોડાવાશે. આ બસ શિવરી નાકા, પરેલ ગાંવ થઈને બંને બસો સવારે 6 વાગ્યે પહેલી અને રાત્રે 10 વાગ્યે છેલ્લી બસ ઉપડશે.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer