માર્કેટમાં પેરુનો દબદબો : મુંબઈમાં રોજ 50 ટનની આવક

માર્કેટમાં પેરુનો દબદબો : મુંબઈમાં રોજ 50 ટનની આવક
નવી મુંબઈ, તા. 15 : ફળ માર્કેટમાં સંતરા, મોસંબી, સફરજનની જેમ પેરુની માગમાં પણ વધારો થયો છે. હાલ રોજના 40થી 50 ટન પેરુની દેશના વિવિધ વિસ્તારોમાંથી આવક થઈ રહી છે. મધ્યપ્રદેશના પેરુની માગણી પણ વધી છે. આ પેરુનું વજન અડધાથી એક કિલો જેટલું હોવાથી ગ્રાહકોનું ધ્યાન ખેંચાય છે.
મકરસંક્રાંતિ દરમિયાન પેરુની માગ વધી જતી હોય છે એટલે થોડા દિવસથી એપીએમસીમાં પેરુની ડિમાન્ડ વધી છે. મધ્યપ્રદેશથી વીએનઆર અને તાઈવાન પ્રકારનો માલ વેચાવા આવે છે, જે 40થી બાવન રૂપિયે કિલોના ભાવે વેચાય છે. મધ્યપ્રદેશથી આવતાં પેરુનું વજન અડધાથી એક કિલો જેટલું હોય છે. એના કરતાં વધુ વજનનાં પેરુ પણ મળે છે. આ પેરુનો સ્વાદ મહારાષ્ટ્રનાં પેરુ જેવો ન હોવા છતાં ગ્રાહકો પસંદ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના ઇંદાપુર, શિરડી તથા અન્ય વિસ્તારોથી માલ વેચાવા આવે છે. રાજ્યનાં પેરુની સાઈઝ નાની હોય છે. અંદરથી લાલ હોય એવાં પેરુની માગમાં પણ વધારો થયો છે.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer