રોમ સિરિઝમાં બજરંગ અને રવિકુમારને ગોલ્ડ મેડલ

રોમ સિરિઝમાં બજરંગ અને રવિકુમારને ગોલ્ડ મેડલ
રોમ, તા. 19: ભારતીય પહેલવાન બજરંગ પુનિયા અને રવિકુમાર દહિયાએ રોમ રેન્કિંગ રેસલિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરીને ગોલ્ડ મેડલ જીત્યા છે. 
ઓલિમ્પિક મેડલના દાવેદાર એવા બજરંગ પુનિયામાં ફાઇનલમાં પાછળ રહ્યા બાદ વાપસી કરીને અમેરિકી પહેલવાન જોર્ડન માઇકલને 4-3થી હરાવીને 65 કિલો ફ્રી સ્ટાઇલ વર્ગનો સુવર્ણ ચંદ્રક તેના નામે કર્યોં હતો. જ્યારે રવિ કુમારે 61 કિલો ફ્રી સ્ટાઇલ વર્ગના ફાઇનલમાં કઝાકિસ્તાનના પહેલવાન નુરબોલાત અબ્દુઆલિયેવને એક તરફી મુકાબલામાં 12-2થી પછડાટ આપી હતી.
રવિ કુમાર પહેલા 57 કિલો વર્ગમાં રમતો હતો, પણ આ વખતે તે 61 કિલો વર્ગમાં મેટ પર ઉતર્યોં હતો. બીજી તરફ વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતનાર દિપક પુનિયા (86 કિલો) અને જીતેન્દર(74 કિલો)ને શરૂઆતના રાઉન્ડમાં જ હાર મળી છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer