2021માં પણ ધોની ચેન્નાઇ તરફથી રમશે શ્રીનિવાસન

2021માં પણ ધોની ચેન્નાઇ તરફથી રમશે શ્રીનિવાસન
ચેન્નાઇ, તા.19: બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસને કહ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોની ભારત માટે ફરી રમે કે ન રમે પણ 2021ની હરાજીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ફરી તેને જાળવી રાખશે. બીસીસીઆઇના વાર્ષિક કરારમાંથી ધોનીને બહાર કરાયો છે. આથી તેની સંન્યાસની અટકળ વધી છે. હવે સીએસકેના માલિક એન. શ્રીનિવાસને કહ્યું છે કે લોકો કહી રહ્યા છે કે ધોની રમશે કે નહીં, તો હું તમને કહી દઉ કે ધોની આ વખતે આઇપીએલમાં જરૂર રમશે. 2021ની હરાજીમાં પણ ચેન્નાઇની ટીમ તેને જાળવી રાખશે.તેમાં કોઇ શક નથી. ધોની ચેન્નાઇ સુપર કિંગ્સનો આઇપીએલના પ્રારંભ વર્ષ 2008થી હિસ્સો છે અને સુકાન સંભાળી રહ્યો છે. તેના નેતૃત્વમાં સીએસકેની ટીમ આઇપીએલમાં ત્રણ વખત ચેમ્પિયન બની છે. આ ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો ત્યારે ધોની પૂણે તરફથી રમતો હતો.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer