પૃથ્વીની આક્રમક દોઢી સદીથી ભારત એ ટીમનો કિવિઝ સામે વિજય

પૃથ્વીની આક્રમક દોઢી સદીથી ભારત એ ટીમનો કિવિઝ સામે વિજય
લિંકન (ન્યુઝીલેન્ડ), તા.19 : 20 વર્ષીય યુવા બેટ્સમેન પૃથ્વી શોના 100 દડામાં આક્રમક 150 રનની ઇનિંગની મદદથી ઇન્ડિયા એ ટીમે ન્યુઝીલેન્ડ ઇલેવન વિરુદ્ધના બીજા અભ્યાસ મેચમાં 12 રને જીત મેળવી હતી. પૃથ્વી શોએ તેની ઇનિંગમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. ભારત એ ટીમે પહેલા બેટિંગ કરતા 49.2 ઓવરમાં 372 રનનો જંગી જુમલો ખડકયો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની એ ટીમ જેક બોલયની સદી 130 રનથી 50 ઓવરના અંતે 6 વિકેટે 360 રને અટકી હતી. પૃથ્વી શોએ 150 રનની શાનદાર ઇનિંગ રમીને ન્યુઝીલેન્ડ પ્રવાસની ટેસ્ટ-વન ડે ટીમ માટે તેનો દાવો વધુ મજબૂત કર્યો છે. ઇજામાંથી બહાર આવીને મુંબઈના આ યુવા બેટધરોએ શાનદાર વાપસી કરી છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer