શબાના આઝમીની તબિયત `સ્થિર''

કાર ડ્રાઇવર સામે ગુનો નોંધાયો
મુંબઈ, તા. 19 (પીટીઆઈ): અભિનેત્રી શબાના આઝમીનાં ડ્રાઇવર સામે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. શનિવારે મુંબઈ-પૂણે એક્પ્રેસવે ઉપર કારને નડેલા અકસ્માતમાં આઝમીને ગંભીર ઇજા પહોંચી હતી.
શબાના આઝમી હાલ અંધેરીની કોકીલાબેન અંબાણી હૉસ્પિટલમા સારવાર લઈ રહ્યાં છે. તેમની તબિયત `િસ્થર' હોવાનું હૉસ્પિટલના એક્ઝિક્યુટિવ ડીરેક્ટર અને સીઇઓ ડૉ. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું.
આ અકસ્માતમાં ડ્રાઇવર કમલેશ કામથ (39)ને સાધારણ ઇજા પહોંચી હતી. કામથ એક્પ્રેસવે પર અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે તેમની તાતા સફારી કાર એક ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
શબાનાના ગિતકાર પતિ જાવેદ અખ્તર બીજી કારમાં પ્રવાસ કરી રહ્યા હતા.
રાયગઢનાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ પરાસ કરે જણાવ્યું હતું કે અમે ડ્રાઇવર કમલેશ કામથ સામે બેફામ અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે. તેની હજી ધરપકડ કરાઈ નથી.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer