હવે પાકિસ્તાન ચૂપ નહીં રહે ઈમરાને ફરી આપી ધમકી

નવી દિલ્હી, તા. 19: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત ભારતને ધમકી આપી છે. રવિવારે ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, તે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામે સ્પષ્ટતા કરવા માગે છે કે લાઇન ઓફ કન્ટ્રોલ પાર ભારત સૈન્ય હુમલા જારી રાખશે તો પાકિસ્તાન મૂકદર્શન નહીં બની રહે. હકીકતમાં પાકિસ્તાન તરફથી એલઓસી ઉપર વારંવાર શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવે છે અને તેનો ભારત તરફથી જડબાતોડ જવાબ મળી રહ્યો હોવાથી ઈમરાન ખાન આવેશમાં આવ્યા છે. 
એક અન્ય ટ્વિટમાં ઈમરાન ખાને આરોપ મુક્યો હતો કે ભારત એલઓસી પાર સતત ગોળીબાર કરે છે અને સ્થાનિક લોકોને નિશાન બનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર પરિષદે આ મામલે દરમિયાનગીરી કરવાની જરૂર છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer