કેજરીવાલ ગૅરંટી કાર્ડ''માં દિલ્હીના છાત્રોને મફત મુસાફરીનું વચન

નવી દિલ્હી, તા. 19 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચન આપ્યું હતું કે, દિલ્હીવાસીઓને હાલ વિનામૂલ્યે મળતી સુવિધાઓ આગામી પાંચ વર્ષ સુધી પણ જારી રહેશે.
કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીનાં ઘોષણાપત્રનું સંક્ષિપ્ત વિવરણ રજૂ કર્યું હતું, જેને `કેજરીવાલ ગેરંટી કાર્ડ' નામ અપાયું છે. છાત્રોને ફ્રી મુસાફરીનું વચન અપાયું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આવનારા પાંચ વર્ષમાં દિલ્હીને ચમકાવીને બતાવી દઇશું તો લોકોને યમૂનામાં ડૂબકી જરૂર લગાવડાવી દેવાશે.
કેજરીવાલે વીજળી, પાણી, શિક્ષણ, કાચાં મકાનો, યમૂના સહિતના મુદ્દાઓ પર પત્રકારો સાથે વાત કરી હતી.
કાચાં મકાનોની વસાહતોમાં વસતા લોકોને પાણી, રસ્તા, ગટર, મોહલ્લા કિલનિક, સીસી ટીવી કેમેરાની સુવિધાઓની ખાતરી તેમણે આપી હતી.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer