ડ્રીમ રનનો દબદબો : સામાજીક સંદેશા સાથે 19,707 દોડવીરો દોડયા

મુંબઈ, તા. 19 : મુંબઈ મેરેથોનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રીમ રનનો દબદબો રહ્યો હતો. ડ્રીમ રનમાં અનેક સંસ્થાઓ લોકોમાં જાગૃતિ માટે સામાજીક સંદેશા આપતા બૅનરો લઈને દોડે છે. 5.09 કિમીના ડ્રીમ રનમાં 19,707 દોડવીરો `ઍસિડ અટૅકથી બચાવો', `વૃક્ષ વાવો દેશને બચાવો', `પાણી બચાવો', જેવા અનેક સામાજીક સંદેશા સાથે દોડયાં હતાં. 
શ્રીમદ્ રાજચંદ્ર લવ ઍન્ડ કૅરે છ કરોડ રૂપિયાનું દાન મેળવ્યું
મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રના બોધને વર્તમાન સમયમાં લોકો સુધી પહોચાડવા અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા રાકેશભાઈએ `શ્રીમદ્ રાજચંદ્ર  લવ ઍન્ડ કૅર'ની સ્થાપના કરી છે. સંસ્થા છેલ્લાં 10 વર્ષથી મુંબઈ મેરેથોનમાં ભાગ લે છે. સંસ્થાને સમર્થન આપતી 50 કોર્પોરેટ ટીમ, ભંડોળ ભેગો કરનારા 100 દોડવીરો મળીને 1500 સમર્થકો `કશલવાિં ઞા જજ્ઞળયજ્ઞક્ષય'ત કશરય!'ના સંદેશા સાથે દોડયાં હતાં. તેમની વેશભૂષામાં મધ્યમાં એક પાવર હાઉસ હતું. આ પાવર હાઉસમાંથી પ્રકાશ લઈને અનેક સેવાકાર્યો દ્વારા બીજા અન્ય બલ્બ પ્રગટયા છે એટલે કે જરૂરિયાત મંદોના જીવન પ્રકાશિત થયા છે, તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે સંસ્થાએ છ કરોડથી વધુ દાન એકત્ર કર્યું છે. છેલ્લાં 10 વર્ષથી સંસ્થાને `સૌથી વધુ ફંડ એકત્રિત કરતા એનજીઓ'નું બિરુદ મળે છે. ઉપરાંત સંસ્થાને દર વર્ષે સૌથી વધુ કોર્પોરેટ સમર્થન મળે છે. 
આ વર્ષે મુંબઈ મેરેથોનમાં શ્રીમદ્ રાજચંદ્ર  લવ ઍન્ડ કૅરની વિશેષતા એ હતી કે, સંસ્થાથી લાભાન્વિત થઈને જે લોકોના જીવનમાં બદલાવ આવ્યો હતો તે લોકો પણ ડ્રીમ રનમાં જોડાયાં હતાં. `શ્રીમદ્ રાજચંદ્ર  લવ ઍન્ડ કૅર' પ્રેમ અને કરુણાનું એક સશક્ત પાવર હાઉસ સમાજ સેવા, મહિલા સશકતીકરણ, રોજગાર, પ્રાણીસેવા, પર્યાવરણસુરક્ષા જેવા અનેક દીપકોની જ્યોતિ પ્રગટાવી સમગ્ર વિશ્વને જ્યોતિર્મય બનાવી રહ્યું છે.
કારુણ્યા ટ્રસ્ટ
ગોવંડીના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો ઉપાડતા બાળકોને શિક્ષણ આપવું, શાળામાં મોકલવા, તબિયતની સાર સંભાળ લેવી વગેરે કામ કારુણ્યા ટ્રસ્ટ કરે છે. તે સિવાય ઝુંપડપટ્ટીના બાળકોને પગભર કરવાની તાલીમ આપવાનું કામ આ સંસ્થા કરે છે. 1998 માં સ્થાપેલી સંસ્થા આ વર્ષે 100 જેટલા સમર્થકો સાથે મુંબઈ મેરેથોનમાં દોડી હતી. 
રૂબરૂ ફાઉન્ડેશન
બાળકો પર થતા શારીરિક અત્યાચારના બનાવ વધી રહ્યાં છે. શારીરિક અત્યાચાર કોને કહેવાય અને તેનાથી કઈ રીતે બચી શકાય એ બાબતે `રૂબરૂ' સંસ્થા જાગૃતિ ફેલાવી રહી છે અને બાળકોને આ પ્રકારની ગેરરીતિથી બચવાની તાલીમ પણ આપે છે, તેમ સંસ્થાના સ્થાપક ઈશિતા માંકડ અને નીશા છેડાએ કહ્યું હતું. 2014માં સ્થપાયેલી આ સંસ્થાના સમર્થના 170 લોકો આજે મેરેથોનમાં દોડયાં હતાં.
માઈના ફાઉન્ડેશન : આ ફાઉન્ડેશનની 50 જેટલી મહિલાઓ દોડી હતી
માઈના ફાઉન્ડેશનના ત્રણ મુખ્ય ઉદ્શે છે. માસિક ત્રાવ અંગે યુવતીઓને યોગ્ય જાણકારી આપવી અને તે માટેના સાધનો સસ્તા ભાવે ઉપલબ્ધ કરી આપવા, બીજું ઝુંપડપટ્ટી વિસ્તારમાં મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી કરવી અને ત્રીજું મહિલાઓનું નેટવર્ક બનાવીને તેમને પગભર કરવી. મહિલા જે વિષયની ચર્ચા કરતા અચકાય છે એ કુદરતી છે તે અંગે શરમ અનુભવ્યા વગર ચર્ચા કરવી જોઈએ એવો તેમનો સંદેશ હતો. આ ફાઉન્ડેશનની 50 જેટલી મહિલાઓ દોડી હતી.
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer