એમેઝોન-ફિલપકાર્ટ સામે તપાસનાં આદેશને વેપારીઓનો આવકાર

એમેઝોન-ફિલપકાર્ટ સામે તપાસનાં આદેશને વેપારીઓનો આવકાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19: કોમ્પિટીશન કમિશન અૉફ ઇન્ડિયાએ `એમેઝોન' અને `િફ્લપકાર્ટ'ની અયોગ્ય વેપાર પદ્ધતિ બાબત તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અૉનલાઇન વેપાર કરતી મલ્ટિનેશનલ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ માતબર ડિસ્કાઉન્ટ આપીને નાના વેપારીઓનો ધંધો મેળવી લેતી હતી. જોકે, મલ્ટિનેશનલ કંપનીઓની આ અયોગ્ય વેપાર પદ્ધતિ સામે `કેઇટે' વારંવાર અસરકારક રજૂઆત કરી હોવાને કારણે સરકારે પગલા લેવાની ખાત્રી આપી છે. છેલ્લા કેટલાક મહિનાથી એમેઝોન-ફ્લિપકાર્ટની વેંચાણ નીતિ પર એક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાની માંગણી સાથે છેલ્લા એક વર્ષમાં `કેઇટ' દ્વારા 3થી વધુ વખત હડતાળ પણ પાડવામાં આવી હતી. એમ મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ અને `કેઇટ' મહારાષ્ટ્રના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે કોમ્પિટીશન ઍક્ટ, 2002ના અંતર્ગત સેક્શન 26 હેઠળ મલ્ટિનેશનલ કંપનીઓની વેપાર કરવાની પદ્ધતિ બાબતે તપાસ કરવાનો હુકમ આપ્યો છે. વધારે ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતોના પગલે રિટેલ સેક્ટર ને મોટું નુકસાન થઈ રહ્યું છે. ઇ-કોમર્સ પ્લૅટફૉર્મ ચલાવતી કંપનીઓને એફડીઆઈ અંતર્ગત વિદેશથી મોટું રોકાણ મળતું હોય છે, જેના કારણે આ કંપનીઓ ખોટ કરી મસમોટા ડિસ્કાઉન્ટની લાલચ આપી રિટેલ સેક્ટર અને તેની ડિસ્ટ્રબ્યૂશન ચૅનલ ને પણ નુકસાન કરી રહી છે. આ બાબત વેપારીઓનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં નાણાપ્રધાન નિર્મલા સિતારામનને ગઈ છ જાન્યુઆરીએ મળ્યું હતું. વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખી કોમ્પિટીશન કમિશને ઇ-કોમર્સ પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલા પોર્ટલની વેપાર નિતીનું ઇન્વેસ્ટિગેશન કરવાનું નક્કી કર્યું છે, એમ છેડાએ વધુમાં જણાવ્યું હતું.
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer