પીએમસી બૅન્ક કૌભાંડ વાધવાના ઘર સામે દેખાવો કરવા પહોંચેલા

પીએમસી બૅન્ક કૌભાંડ વાધવાના ઘર સામે દેખાવો કરવા પહોંચેલા
ખાતેદારોની અટક બાદ છુટકારો
મુંબઈ, તા.19 : પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્ક કૌભાંડના જેલબંધ મુખ્ય આરોપીઓ અને એચડીઆઇએલના પ્રમોટર પુત્ર-પિતા રાકેશ અને સારંગ વાધવાના ખાર સ્થિત નિવાસસ્થાન સામે નિરોધી દેખાવો કરવાનો પ્રયાસ કરવાના કેસમાં બૅન્કના ડઝનેક ખાતેદારોની આજે અટક કરાયાનું પોલીસે જણાવ્યું હતું. જો કે બાદમાં તેમને છોડી મુકાયા હતા.
ખાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કાબ્દુલેના જણાવ્યાં પ્રમાણે બપોરે લગભગ ત્રણેક વાગ્યે પીએમસી બૅન્કના બારેક જેટલાં ખાતેદારોએ ખારમાં વાધવાના નિવાસસ્થાન સામે દેખાવો કરવાનો પ્રયાસ કર્યો હતો તેમની અટક કરીને થોડી વારમાં જ મુક્ત કરાયાં હતા. લગભગ પચીસેક દેખાવકારોના હાથમાં બેનરો હતાં અને તેઓ સૂત્રોચ્ચાર કરતાં હતા. પોલીસે બારેક જેટલા દેખાવકારોની અટક કરીને બાદમાં તેમને મુક્ત કર્યા હતા. 

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer