સીએએની જરૂર સમજાઈ નહીં'' !

સીએએની જરૂર સમજાઈ નહીં'' !
બાંગ્લાદેશનાં વડા પ્રધાને નાગરિક્તા કાયદાને આંતરિક મામલો ગણાવીને ટોણો પણ માર્યો : મુશ્કેલી બાંગ્લાદેશ નહીં, ભારતમાં છે
દુબઈ, તા. 19 : બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)ને ભારતની ' આંતરિક બાબત ' ગણાવી હતી, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે, કાયદો 'જરૂરી નહોતો.'. સીએએ અનુસાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક દમનને લીધે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં આવેલા હિન્દુઓ, જૈનો, શીખ, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. આ વિવાદિત કાયદાની વિરુદ્ધમાં ભારતમાં ઘણી જગ્યાએ દેખાવો ચાલી રહ્યા છે. 
ગલ્ફ ન્યૂઝને આપેલી મુલાકાતમાં હસીનાએ ભારતના નવા નાગરિકત્વ કાયદાના સંદર્ભમાં કહ્યું હતું કે, અમે નથી સમજી રહ્યા કે, શા માટે (ભારત સરકારે) આવું કર્યું તે સમજાતું નથી. `તે જરૂરી નહોતું.' બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ. કે. અબ્દુલ મોમેનના નિવેદન પછી હસીનાનું આ નિવેદન આવ્યું છે. વિદેશપ્રધાને કહ્યું હતું કે, ઙ્ક સીએએ અને એનઆરસી ભારતની 'આંતરિક બાબતો' છઙ્ખ, પરંતુ એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી કે, ત્યાંની કોઈપણ 'અનિશ્ચિતતા'ની પડોશી પર અસર થશે. 
અખબારે જણાવ્યું છે કે, બાંગ્લાદેશની 16.1 કરોડની વસ્તીમાંથી 10.7 ટકા હિંદુ અને 0.6 ટકા બૌદ્ધ લોકો છે, અને તેઓ ધાર્મિક ઉત્પીડનને કારણે  ભારત જવાનો ઇનકાર કરે છે. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પણ હસીનાએ કહ્યું હતું કે, ભારતમાંથી પણ લોકોના બાંગ્લાદેશમાં સ્થળાંતરિત થવા  વિશે કોઈ માહિતી નથી. હસીનાએ કહ્યું, 'ના, ભારતમાંથી કોઈ પરપ્રાંતિયો પાછા નથી આવી રહ્યા. પરંતુ ભારતની અંદર લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
હસીનાએ કહ્યું, ' (આમ છતાં પણ), તે આંતરિક બાબત છે. બાંગ્લાદેશે હંમેશાં જાણાવ્યું છે કે, સીએએ અને એનઆરસી એ ભારતની આંતરિક બાબતો છે. ભારત સરકારે પણ વારંવાર પુનરાવર્તન કર્યું છે કે, એનઆરસી એ ભારતની આંતરિક કવાયત છે અને વડાપ્રધાને (નરેન્દ્ર મોદી) ઓક્ટોબર 2019 માં મારી નવી દિલ્હી મુલાકાત દરમિયાન અંગત રીતે મને આ અંગે ખાતરી આપી હતી. 
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer