આ વર્ષે પણ મોબાઈલના બિલમાં વધારાની શક્યતા

મુંબઈ, તા. 20 : દેશના એક અબજ કરતાં વધુ મોબાઈલ વપરાશકારોનું ફોન બિલ આ વર્ષે ઓર વધી શકે છે. ટેલિકૉમ કંપનીઓના દરમાં 25-30 ટકાનો વધારો થાય એવી શક્યતા છે. ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ અને એનાલિસ્ટનું કહેવું છે કે આ કંપનીઓના એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ)માં ખાસ વધારો નથી થયો અને દેશમાં ટેલિકૉમ સર્વિસીસ પર સબક્રાઈબર્સનો કુલ ખર્ચ અન્ય દેશોની તુલનાએ ઘણો ઓછો છે.
વોડાફોન, આઈડિયા અને ભારતી એરટેલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની બાકી નીકળતી મોટી રકમ ચૂકવવાની છે. આ કંપનીઓએ તેમની નાણાકીય સ્થિતિ સુધારવા દર વધારવા પડશે. 

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer