વિલંબ : ડેવલપરને 28 મહિનાનું વ્યાજ ચૂકવવાનો આદેશ

પાલઘર, તા. 20 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ એપેલટ ટ્રિબ્યુનલે સપ્ટેમ્બર 2017થી બે બંગલાનો કબજો સોંપે ત્યાં સુધી ચુકવેલી રકમ પર ખરીદનારને વ્યાજ ચૂકવવાનો આદેશ ડેલપરને આપ્યો હતો.
અશોક બન્નાતીએ 2015માં પાલઘર ખાતેના વસુધા બિલ્ડર્સના અર્હમ વિલાઝ પ્રોજેક્ટમાં ટ્વીન વિલામાં રોકાણ કર્યું હતું. ડેવલપરે ફેબ્રુઆરી 2017માં કબજો આપવાનું વચન આપ્યું હતું. બેન્નાતીએ બંગલા પેટે 99 લાખ રૂપિયામાંથી 72 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
2018ની શરૂઆતમાં બન્નાતીએ મહારેરામાં ફરિયાદ નોંધાવી ફેબ્રુઆરી 2017થી કબજો સોંપવામાં થયેલા વિલંબના સમયગાળા માટે વ્યાજની માગણી કરી હતી. સુનાવણી દરમિયાન ડેવલપરે જણાવ્યું કે અનિવાર્ય કારણોસર બાંધકામમાં વિલંબ થયો છે, પરંતુ ડિસેમ્બર 2018 સુધીમાં ખરીદનારને બંગલાનો કબજો સોંપી દેવાશે. મહારેરાના અધ્યક્ષ ગૌતમ ચેટર્જીએ ચુકાદામાં જણાવ્યું હતું કે જો ડેવલપર 31 ડિસેમ્બર 2018 સુધીમાં કબજો સોંપવામાં નિષ્ફળ જાય તો જાન્યુઆરી 2018થી વ્યાજ ચૂકવવા જણાવ્યું હતું.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer