શૅરબજાર : ઢીલા ટોને શરૂઆત

મુંબઈ, તા. 20 : નવા સપ્તાહની શરૂઆત સ્થાનિક શૅરબજારે ઢીલા ટોને કરી હતી. આજે સવારે એશિયન બજારો મિશ્ર ટોને રહ્યાં હતાં. શાંઘાઈ, નિક્કી અને કોસ્પી વધ્યા હતા. તો હેંગસેંગ ભાવાંક નરમ હતો. બજારમાં ડૉલર સામે રૂપિયો દબાયો હતો, જ્યારે ક્રૂડતેલ સાધારણ સુધારાતરફી હતું. સ્થાનિક બજારમાં આજે સવારે 10.02 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ 89 પોઈન્ટ ઘટીને 41655 તો નિફ્ટી 32 પોઈન્ટ ઘટી 12312ની સપાટીએ ઊતરી ગયા હતા. હિ.લીવર, ઇન્ફોસીસ, અલ્ટ્રા ટૅક, બજાજ અૉટોના શૅર્સ ઘટયા હતા, તો એશિયન પેઈન્ટ્સ, એચડીએફસીના શૅર્સ વધ્યા હોવાનું જાણવા મળે છે.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer