GSTના દરો `જૈસે થે'' રહેવાનો નાણાં પ્રધાનનો નિર્દેશ

GSTના દરો `જૈસે થે'' રહેવાનો નાણાં પ્રધાનનો નિર્દેશ
ચેન્નાઈ, તા. 20 : ગુડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ના સુતાર્કીકીકરણ કરવા પૂર્વે કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેની સંપૂર્ણ વર્ષ માટેની વસૂલીની આકારણી અંગે જાણકારી માગી છે. આ દર્શાવે છે કે અધિકારીઓની પેનલ દ્વારા આ લેવી વધારવાની દરખાસ્ત પરત્વે વિચારણા - નિર્ણયની એપ્રિલ સુધી રાહ જોવાની રહેશે.
નાણાપ્રધાને અવારનવાર બદલાતા ટૅક્સના દરો સામે પણ સલાહ આપી છે. આમ તો જીએસટી કાઉન્સિલ દરો અને ધોરણો નક્કી કરવા માટે નિર્ણાયક આખરી સત્તા છે, જેણે ત્રણ મહિનામાં ઓછામાં ઓછા એકવાર મળવાનું રહ્યું છે.
જીએસટી દરના સ્લેબ્સના પુન:આયોજન તથા કેટલીય આઈટમો પર દરો વધારવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. આ આઈટમોમાં ખાદ્યાન્નથી લઇને મોબાઈલ ફોન્સ વગેરે આવી જાય છે, પણ જુદી જુદી પ્રોડક્ટસ પર નવા આડકતરા વેરાની અસરની આકારણી થવી જોઈએ, એ રાજ્યો ઇચ્છે છે.
આથી આ અંગેનો નિર્ણય મોકૂફ રહ્યો છે. તદુપરાંત ભાજપની સરકારવાળા ઘણાં રાજ્યો વેરામાં વૃદ્ધિની તરફેણ કરતાં નથી. આમ તો બધાં જ એક દર, એક ટૅક્સ હોવા પર જ લક્ષ વિશેષ હોવું જોઈએ, એમ માને છે. ત્યારે આપણે એનો અભ્યાસ કરાવવો જોઈએ કે એક વર્ષમાં હાલના દરો થકી નાણાકીય વસૂલી કેટલી
થઈ છે?
નાણાપ્રધાને વધુમાં કહ્યું કે આ સ્લેબમાં વાર્ષિક સમીક્ષા થતી રહેવી જોઈએ. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે કાઉન્સિલની પ્રત્યેક મિટિંગમાં દરમાં ઘટાડો કરવા માટે આઈટમોનું લાંબુ લિસ્ટ હોય છે, પણ તેમાં ``સ્ટેટ્સ ક્વો'' રહેવાનો ઇશારો તેમણે આપ્યો હતો.Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer