અઝહરુદ્દીન સામે છેતરપિંડીની ફરિયાદ

અઝહરુદ્દીન સામે છેતરપિંડીની ફરિયાદ
ઔરંગાબાદ, તા. 23 : એક ટ્રાવેલ એજન્ટ સાથે 20.96 લાખની છેતરપિંડી કરવાના આરોપસર ઔરંગાબાદ પોલીસે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહમ્મદ અઝહરુદ્દીન અને અન્ય બે જણ સામે ઔરંગાબાદ પોલીસે કેસ નોંધ્યો છે. જોકે, અઝહરુદ્દીને આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ફરિયાદી મહમ્મદ શબાબ સામે હું કાનૂની પગલાં લઈશ. હું આ ટ્રાવેલ એજન્ટ પર 100 કરોડનો બદનક્ષીનો દાવો માંડીશ.
મહમ્મદ શબાબ ડેનિશ ટૂર્સ અને ટ્રાવેલ્સ એજન્સીના માલિક છે. તેણે ફરિયાદમાં એવો આક્ષેપ ર્ક્યો છે કે અઝહરુદ્દીનના અંગત મદદનીશ મુજિબ ખાનના કહેવાથી અઝહરુદ્દીન અને અન્યો માટે ગયા વર્ષે નવેમ્બરમાં ઈન્ટરનેશનલ ફલાઈટ્સની 20.96 લાખના મૂલ્યની ટિકિટો કઢાવી હતી, પણ એના પૈસા હજી ચુકવાયા નથી. એકવાર તો દસ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાયા છે એવો ઈ-મેઈલ પણ મને મોકલવામાં આવ્યો હતો, પરંતુ મારા ખાતામાં કોઈ પૈસા જમા થયા નહોતા. મને કોઈ ચેક પણ ઈસ્યુ કરાયો નથી.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer