ટીમના હિતમાં કૅપ્ટનશિપ છોડવા વિલિયમ્સન તૈયાર

ટીમના હિતમાં કૅપ્ટનશિપ છોડવા વિલિયમ્સન તૈયાર
ઓકલેન્ડ, તા.23: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં 0-3થી શરમજનક હાર સહન કરનાર કેન વિલિયમ્સને કહ્યું છે કે તે ન્યુઝીલેન્ડની ટીમના હિતમાં સુકાનીપદ છોડવા તૈયાર છે. ભારત સામેના પહેલા ટી-20 મેચ પૂર્વે તેને જ્યારે એવો સવાલ થયો કે ત્રણેય ફોર્મેટમાં કપ્તાની કરવા માંગો છો? ત્યારે વિલિયમ્સને કહ્યંy મારું હંમેશાં એ માનવું રહ્યું છે કે ટીમ માટે સર્વશ્રેષ્ઠ શું છે. જો એવું લાગે કે ફેરફારની જરૂર છે, તો હું એ માટે તૈયાર છું. ટીમને સાચી દિશામાં લઇ જનાર દરેક વાત માટે હું તૈયાર છું. આ કોઇ અંગત વાત નથી, ટીમની વાત છે. પાછલી હારને ભૂલીને ટીમે હવે ભારત સામેની સિરિઝ પર ધ્યાન આપવું પડશે. આગળ વધવાનું રહેશે. શેડયુલ એવું છે કે પડકારો ઘણા ઝડપથી આવે છે અને મોટા હોય છે. 
કિવિ કેપ્ટન કેન વિલિયમ્સને કહ્યં કે મોટી ટીમ સામે રમવું સબક સમાન છે. ટીમમાં નાના-મોટા ફેરફારની જરૂર છે. ઘણીવાર ખરાબ દિવસો આવતા હોય છે. એ પછી વાપસી કરવી મહત્ત્વની છે. ભારતીય ટીમ વિશ્વસ્તરીય છે. આઇપીએલથી તેને ઘણા સારા ક્રિકેટરો મળ્યા છે. આથી ભારત પાસે એકથી વધુ મેચ વિજેતા ખેલાડીઓ છે.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer