અખ્તરના નિશાન પર સેહવાગ

અખ્તરના નિશાન પર સેહવાગ
`તેના માથામાં જેટલા વાળ નથી, તેટલો મારી પાસે માલ છે'
નવી દિલ્હી, તા.23: એક સમયના દુનિયાના સૌથી ઝડપી પાકિસ્તાની બોલર શોએબ અખ્તરને ફરી એકવાર ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગને નિશાન બનાવ્યો છે. તેણે સેહવાગ પર આરોપ લગાવ્યો છે કે તે શોએબની સફળતા પચાવી શકતો નથી. તેણે સમજી લેવું જોઇએ કે ચાર ખબર લખવાથી હું સ્ટાર નથી બન્યો. મેં 1પ વર્ષ સુધી ક્રિકેટ રમ્યું છે અને ઇજ્જત કમાઇ છે. જયાં સુધી સેહવાગની વાત છે તો કહું કે તેના માથામાં જેટલા વાળ છે તેનાથી વધુ મારી પાસે માલ (પૈસા) છે. પોતાની યૂ-ટયૂબ ચેનલ પર એક વીડિયો શેર કરીને શોએબ અખ્તરે કહયું છે કે મને ખુશી છે કે મારી વાતને મહત્વ અપાઇ રહયું છે. જો કે ઘણા એવા છે જે મારી વાત પચાવી શકતા નથી. તે બધા વિચારી રહયા છે કે હું પૈસા માટે વિરાટ-રોહિતની પ્રશંસા કરું છું. હું આરોપ લગાવનારોને પૂછું છું કે શું ભારત દુનિયાની નંબર વન ટીમ નથી, કોહલી નંબર વન બેટસમેન નથી, જો છે તો તેમની પ્રશંસા કરવામાં શું વાંધો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સેહવાગે એવું કહયું હતું કે શોએબ અખ્તર પૈસા કમાવવા માટે ભારતીય ટીમની પ્રશંસા કરી રહયો છે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer