20 કરોડના જીએસટી રિફંડમાં ફૈયાઝ અને ગુલામ ગોડીલની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 23 : વીસ કરોડની ફ્રોડ ટૅકસ ક્રેડિટ લેનાર ગુલામ સલીમ ગોડીલ અને ફયાઝ અહમદ ગોડીલની સીજીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ જેટલી બોગસ ફર્મ બનાવી. એવું કેહવાય છે કે બ્લ્યુ મૂન ટેક્સટાઇલ, એફએસ ટેકસટાઇલ અને કલાસિક ટેકસટાઇલના નામની આ પેઢીઓ આ ઇસમો દ્વાર ખોલવામાં આવી હતી. આ પેઢીઓના ફ્રોડ ડોક્યુમેન્ટ્સ ઊભા કરી તેની ઉપર માલ લીધા વિના ફર્જી કંપનીઓના માત્ર ફ્રોડ બિલ થકી જીએસટીની 20 કરોડની ટૅકસ ક્રેડિટ આ વેપારીઓ દ્વારા મેળવી લેવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ બે ભાગીદારો દ્વારા આ ઉપરાંત એવુ કહેવાય છે કે હલકી કક્ષાનું મટિરીયલ ખરીદી કરીને તેને એક્સર્પોટ કરવામાં આવ્યું અને કરોડો રૂપિયાની ટૅકસ ક્રેડિટ લેવામાં આવી. આ લોકો દ્વારા જે બિલો બનાવાયા છે તે વાત્સવમાં ફ્રોડ હોવાની વિગત જાણવા મળી છે.    
આરોપીઓએ પોતાની કંપનીના રોજમજૂરો અને છૂટક કારીગરોના ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કરી આ ત્રણેય કંપનીઓ જીએસટીમાં નોંધવી હતી. આ બે આરોપી માંથી ગુલામ ગોડીલની ધરપકડ કરી લેતા તેણે ગુનો કબુલ્યો હતો. જયારે ફયાઝ ગોડીલ ફરાર હોવાનું જાણવા મળે છે.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer