ઉદ્ધવના અયોધ્યા મુલાકાતના નિર્ણય અંગે સહયોગીઓમાં મતભેદ

કૉંગ્રેસે કહ્યું, મંદિર દર્શન કરવા માટે, સાર્વજનિક પ્રદર્શન માટે નહી : એનસીપીમાં પણ કચવાટ
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએઁ પોતાની સરકારના 100 દિવસ પુરા થતા  અયોધ્યા જઈને ભગવાન રામના આશીર્વાદ લેવાનો નિર્ણય કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ અયોધ્યાની મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં ઉદ્ધવના નિર્ણયને લઈને વિવાદ શરૂ થયો છે અને કોંગ્રેસે ધર્મના નામે રાજનીતિ ન થવી જોઈએ તેમ કહ્યું છે. જ્યારે ભાજપ તરફથી ઉદ્ધવના ફેંસલાનું સ્વાગત કરવામાં આવ્યું છે. 
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા મીનાક્ષી લેખીના કહેવા પ્રમાણે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિર્ણયનું સ્વાગત કરે છે. લેખીએ શિવસેનાને સવાલ પણ કર્યો હતો કે શું તે કોંગ્રેસને પણ અયોધ્યા પ્રવાસે લઈ જશે ? બીજી તરફ કોંગ્રેસે શિવસેનાને સૂચન કર્યું છે કે આ યાત્રા સાર્વજનિક પ્રદર્શન માટે ન થવી જોઈએ. જ્યારે એનસીપીએ કહ્યું હતું કે પક્ષ ક્યારેય ધર્મ સાથે રાજનીતિ નથી કરતો. કોંગ્રેસ પ્રવક્તા સચિવ સાવંતના કહેવા પ્રમાણે મંદિર દર્શન કરવા માટે હોય છે .સાર્વજનિક પ્રદર્શન માટે નહી. સચિન સાવંતે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસની પુરી ઈચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. એનસીપી પ્રવક્તાના કહેવા પ્રમાણે પક્ષના સભ્યો ઉપર ધર્મનું પાલન કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. એક વ્યક્તિને તેના ધર્મ કે વિશ્વાસના સ્થાને જવાની સ્વતંત્રતા છે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer