નિર્ભયાના દોષિતો સામે ડેથ વૉરન્ટ જારી કરનારા જજની બદલી

નવી દિલ્હી, તા.23 : નિર્ભયા કેસના અપરાધીઓનું ડેથ વોરન્ટ જારી કરનારા ન્યાયાધીશ સતીશ કુમાર અરોડાની બદલી કરવામાં આવી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અતિરિક્ત સત્રના ન્યાયાધીશ તરીકે  તૈનાત જજ સતીશ અરોડાને હવે સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં તેમને અતિરિક્ત રજીસ્ટ્રાર તરીકે એક વર્ષના ડેપ્યુટેશન ઉપર મોકલવામાં આવ્યા છે. વર્ષ 2020મા દિલ્હીમાં થયેલા સામૂહિક બળાત્કારના ચારેય દોષિતો સામેલ સતીષ અરોડાએ ડેથ વોરન્ટ જારી કર્યું હતું. આ કેસ લાંબા સમયમાં અદાલતમાં ચાલી રહ્યો હતો પણ હવે 1 ફેબ્રુઆરી 2020ના સવારે અપરાધીઓને ફાંસીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer