સુરત મહાપાલિકાનું વર્ષ 2020-21નું રૂા. 6003 કરોડનું

ડ્રાફટ બજેટ મ્યુ. કમિશનર બંચ્છાનિધિ પાનીએ રજૂ કર્યું
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 23 : સુરતને વૈશ્વિક દરજ્જાનું શહેર બનાવવા સાથે  આજ રોજ સુરત મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ વર્ષ 2020-21 નું 6003 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતું.  ડ્રાફટ બજેટમાં સામાન્ય વેરો વધારો કે યુઝર્સ ચાર્જીસમાં વધારો કર્યા નથી.  સુરતને સ્માર્ટ સિટી, સુરત દુનિયામાં સૌથી ઝડપી અને વિકસતું શહેર છે. આ બજેટમાં ફાયર ચાર્જીમા વધારો કર્યો છે.  સુરત શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાના સંકલ્પને આ બજેટમાં કેન્દ્ર સ્થાન આપ્યું છે. સુરત શહેરને કચરાથી મુકત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનોને 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાના લક્ષ્યાંક સાથે શહેરીમાં બીજા 9 બ્રિજ, 150 ઇલેકટ્રીક બસ, રિવર ફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે 3904 કરોડનો ખર્ચ કરવામાં આવશે. માળખાગત સુવિધામાં વધારો કરવાનો ટૅકનોલોજીનો અમલ, ટ્રાફિક પાર્કિગ મૅનેજમેન્ટ, મલ્ટી મોડલ ઓથોરિટી અમલ કરી પર્યાવરણ સુધારણા, ઇલેકટ્રીક બસ વાહનો તથા ઇ- વ્હીકલ્સના ચાર્જિગ સ્ટેશનો ઉભા કરવાના પ્રાધન્ય સાથે સસ્ટેનેબલ (ટકાઉ) ઇકો સિટી બનાવ તરફ વિશેષ  ધ્યાન આપવામાં આવ્યું છે. 
મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ સુરત મહાનગરપાલિકાના નવા ભવન બનાવવા માટે તેમજ ઓવરબ્રિજ શહેર તરીકે ઓળખ પામી ચૂકેલા સુરતમાં નવાં નવ બ્રિજ સહિતના બ્રિજ માટે 419 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત અંતર્ગત થીમ બેઝ ગાર્ડન, એમ્યુઝમેન્ટ પાર્ક, 1 લાખ જેટલા વૃક્ષારોપણ સહિતની જોગવાઇ કરવામાં આવી છે.  શહેરના ડુમ્મસ દરીયા પાસે સી-ફેસ ડેવલોપમેન્ટ માટે પણ આયોજન નવા બજેટમાં કરાયું છે. તાપી શુધ્ધીકરણ માટે 971.25 કરોડની જોગવાઇ રાખવામાં આવી છે. 2020-21માં 18 નવા ગાર્ડન બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
2020-21 માં ડ્રાફટ બજેટની સ્ટોર્મ ડ્રેનેજ અને હાઉસિંગ ઉપર વિશેષ ભાર આપવામાં આવશે. એવું પણ જણાવ્યું હતું.  તેમજ સ્માર્ટ ઇન્ફાસ્ટ્રકચર ઉપર 66 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સુરત મેટ્રો રેલ પ્રોજેકટમાં કન્સલન્ટન્સી માટે 50 લાખની જોગવાઇ, મેટ્રો રેલ માટે ફાન્સ અને જર્મનીની પણ નાણાંકીય મદદ મળશે. પાણીની ક્વોન્ટીટી સાથે ક્વેલીટી પર પહેલી વખત ધ્યાન રાખવામાં આવશે. ફાયર અને ઇમરજન્સી સર્વિસ માટે 32 કરોડની જોગવાઇ તેમજ નવા 15 ફાયર સ્ટેશનો બનશે. જેની પાછળ  રૂ. 45 કરોડનો ખર્ચ કરાશે. તેમજ ફાયર સ્ટાફ માટે ટ્રેનિંગ સેન્ટર ઉભું કરાશે. શહેરમાં વધુ 5 જેટલા મલ્ટીલેવલ પાર્કીગ બનાવવામાં આવશે. 120 કરોડના ખર્ચે બે નવા સ્પોર્ટ સ્ટેડીયમ બનાવામાં આવશે. 150 ઇલેકટ્રીક બસો 4 થી 5 માસમાં શરૂ કરવામાં આવશે. 
મ્યુ કમિશનર ડ્રાફટ બજેટમાં કહ્યું હતું કે સુરતને 9.2 ટકા ગ્રોથ સાથે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી વિશ્વમાં ગણાવ્યું હતું. જેથી સુરત શહેરને સ્માર્ટ સિટીની થીમ મુખ્ય હોવાથી સ્માર્ટ સિટીમાં બેસ્ટ પર્ફોમન્સના ઍર્વોડ મળ્યાં હોવાનું જણાવતા ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું.  6003 કરોડના બજેટમાં રેવન્યું આવક 3231 કરોડ અને રેવન્યુ ખર્ચ 2091 કરોડ રહેશે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer