370 હટાવવાનો ફેંસલો પાછો નહીં ખેંચાય : વેણુગોપાલ

નવી દિલ્હી, તા. 23 : સર્વોચ્ચ અદાલત સમક્ષ સરકાર તરફથી એટોર્નીજનરલ કે.કે. વેણુગોપાલે ગુરુવારે જણાવ્યું હતું કે, કલમ 370 ખતમ કરવાનો ફેંસલો કેન્દ્ર સરકાર પાછો નહીં ખેંચે.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક ફેંસલાને પડકારતાં કરાયેલી અરજીઓની સુનાવણી દરમ્યાન એટોર્ની જનરલે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં આવી વાત કહી હતી.
હું એ કહેવા માગું છું કે, જમ્મુ-કાશ્મીરની સંપ્રભુતા વાસ્તવમાં અસ્થસાયી હતી. આપણે રાજ્યોનો એક સંઘ છીએ, તેવું વેણુગોપાલે ઉમેર્યું હતું.
અગાઉ, કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના ફેંસલા વિરુદ્ધ અરજી કરનારાઓની દલીલોને પણ સુપ્રીમ કોર્ટે સાંભળી હતી.
અરજદારો પૈકીના એક તરફથી વકીલ ડો. રાજીવ ધવને કહ્યું હતું કે, પહેલીવાર ભારતના બંધારણની કલમ 3નો ઉપયોગ કરતાં એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer