શાબાશ આ ટિકિટ ચેકરે ખુદાબક્ષો પાસેથી વસૂલ્યા રૂપિયા 1.51 કરોડ

શાબાશ આ ટિકિટ ચેકરે ખુદાબક્ષો પાસેથી વસૂલ્યા રૂપિયા 1.51 કરોડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મધ્ય રેલવેના ચાર ટીકીટ ચૅકર (ટીસી) એ વર્ષ 2019માં ટિકિટ વગર પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી પ્રત્યેકે એક કરોડ કરતાં વધુ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. ટિકિટ વગર પ્રવાસ કરતા 22,680 ખુદાબક્ષ પ્રવાસીઓ પાસેથી 1.51 કરોડ રૂપિયા દંડ વસુલીને ટીસી એસ બી ગેલાંડે સૌથી વધુ દંડ ભેગો કરનાર ટીસી બન્યા હતા. જ્યારે બીજા સ્થાને 20,657 પ્રવાસીઓ પાસેથી 1.45 કરોડ રૂપિયા દંડ વસુલીને ટીસી રવિ કુમાર બીજા સ્થાને રહ્યાં હતાં. અન્ય બે ટીસીઓએ પણ દંડ વસુલીની રકમ એક કરોડ કરતા વધુ કરી હતી. ટીસી એમ એમ શિંદેએ 16,035 પ્રવાસીઓ પાસેથી 1.07 કરોડ રૂપિયા અને ટીસી ડી કુમારે 15,264 પ્રવાસીઓ પાસેથી 1.02 કરોડ રૂપિયા દંડ પેટે વસુલ્યા હતાં. ટિકિટ વગર પ્રવાસ કરતા પ્રવાસીઓમાં દ્વિતિય શ્રેણીની ટિકિટ લઈને પ્રથમ શ્રેણીમાં પ્રવાસ કરતા પ્રવાસીઓનો પણ સમાવેશ છે. 
ટીસીનો માસિક પગાર તેમની સિનિયોરીટીના આધારે 50,000 થી 60,000 રૂપિયા હોય છે. સામાન્ય રીતે એક ટીસી દિવસમાં સરેરાશ ટિકિટ વગરના આઠ પ્રવાસીઓને દંડ ફટકારે છે અને 2,000 રૂપિયાનો દંડ વસુલે છે. જે પ્રતિ વર્ષ 6.3 લાખ રૂપિયા થયા છે. તે પ્રમાણે જોઈએ તો એસ બી ગેલાંડેએ પ્રતિ દિવસ 72 પ્રવાસીઓને દંડ ફટાકરીને ગત વર્ષના 315 દિવસ કામ કરીને 22,680 પ્રવાસીઓ પાસેથી 1.51 કરોડ રૂપિયા દંડ વસુલ્યો હતો. 
ચાર ટીસીમાંથી ગેલાંડે, શિંદે અને કુમાર પ્રિન્સિપાલ ચીફ કર્મશિયલ મેનેજર (પીસીસીએમ)  ફ્લાઈંગ સ્કૉવડના સભ્ય છે. તેઓ લોકલ ટ્રેનો અને લાંબા અંતરની ટ્રેનોના એમ બન્નેના પ્રવાસીઓ પાસેથી દંડ વસુલી શકે છે. 

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer