સચીન અને લારા વચ્ચે થશે ફરી ટક્કર

સચીન અને લારા વચ્ચે થશે ફરી ટક્કર
સડક સુરક્ષા વર્લ્ડ શ્રેણીમાં બન્ને દિગ્ગજની ટીમ વચ્ચે મૅચ
મુંબઈ, તા. 13 : વિશ્વ ક્રિકેટના બે મહાન દિગ્ગજ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારા એક સમાજસેવાના કારમ માટે એક બીજાની સામે રમતા જોવા મળશે. બન્ને ચેમ્પિયન ખેલાડી ટી20  શ્રેણી એનએકેડમી સડક સુરક્ષા વર્લ્ડ સિરિઝના પહેલા મેચમાં સામસામે હશે. આ મેચ 7 માર્ચના રોજ વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયા લેજન્ડ્સ અને વેસ્ટ ઇન્ડિઝ લેજન્ડ્સ વચ્ચે રમાશે. 
શ્રેણીના કાર્યક્રમ અનુસાર ટુર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે. આ શ્રેણીમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાના અમુક મોટા ક્રિકેટર ભાગ લેશે. જેમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઝહિર ખાન, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપોલ, બ્રેટ લી, બ્રેટ હોજ, જોન્ટી રોડ્ઝ, મુથૈયા મુરલીધરન, તિલકરત્ને દિલશાન વગેરે સામેલ છે. આયોજકો અનુસાર શ્રેણીનું લક્ષ્ય સડક સુરક્ષા અંગે જાગૃતતા ફેલાવવાનું છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer