દાળ-ખાદ્યતેલના 60 વેપારી પરના પોલીસ કેસ પાછા

ખેંચી લેવા રજૂઆત કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : નવી મુંબઈ (વાશી)ના દાળ, ખાદ્યતેલ અને તેલિબિયાંના વેપારીઓ પર લાઇસન્સ નહિ લેવાના કારણસર પોલીસ કેસ થયા છે. જે પાછા ખેંચવા અંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં રજૂઆત કરાશે.
રાજ્ય ગ્રાહક સંરક્ષણ કાઉન્સિલના સભ્ય નવીન મારૂએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે , 2015માં નવી મુંબઈના દાળ, ખાદ્યતેલ અને ખાદ્ય તેલિબિયાંના 60 વેપારીઓ પર કેન્દ્ર સરકારની સૂચનાથી પોલીસ કેસ થયા હતા. સરકારે સ્ટૉક મર્યાદા અંગે લાઇસન્સ લેવા અને તે માટે ત્રણ દિવસની સમય મર્યાદા આપી હતી. જીવન આવશ્યક ચીજવસ્તુ ધારા 1955 પ્રમાણે વેપારીઓને 30 દિવસનો સમય આપવો જોઈએ. 
એ સમયે વેપારીઓ પર રૅડ પાડીને માલ જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ હતી અને પોલીસ કેસ કર્યા હતા. તે વખતે માલનો ભાવ વધારો કે કાળાબજાર થયા ન હતા અને એવું કોઈના ધ્યાનમાં પણ આવ્યું ન હતું. નાગરિક પુરવઠા ખાતાની કાર્યવાહી અને પોલીસ કેસથી વેપારીઓને માનસિક, આર્થિક અને શારીરિક ત્રાસ થયો અને આજે પણ આ પરિસ્થિતિ ચાલુ છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer