ચૂંટણી જીત્યાના 24 કલાકમાં 11 લાખ લોકો આપ સાથે જોડાયા

નવી દિલ્હી, તા. 13 : અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ દાવો કર્યો હતો કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના ભવ્ય વિજય પછી 24 કલાકમાં જ દેશભરના 11 લાખથી વધુ લોકો આપ સાથે જોડાયા છે. આપે તેની એક ટિવટમાં આ વાતનો દાવો કર્યો હતો. વાસ્તવમાં આપે એક મોબાઈલ નંબર લોકો સાથે શેર કર્યો છે. આ નંબર મિસ્ડ કોલ આપીને લોકો આપ સાથે જોડાઈ શકે છે. 
ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા પછી કેજરીવાલ રવિવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer