પાવાગઢ ખાતે રોપ-વે 24થી 29 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા,તા, 14 : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવેની સુવિધા આગામી 24 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી મેન્ટેનન્સ લઈને બંધ રાખવામાં આવશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ધસારો વધુ પ્રમાણમાં હોય તેમજ પાવાગઢ માચીથી મંદિર જવા માટે મોટેભાગે  યાત્રિકો રોપવેનો ઉપયોગ કરતા હોય છે.
 યાત્રિકોને સુરક્ષાને ધ્યાને લઈને રોપ-વેની સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ રોપવેનું મેન્ટેનન્સ કામ કરવામાં આવનાર છે. ત્યારે આગામી 24 ફેબ્રુઆરીને સોમવારથી 29 ફેબ્રુઆરી શનિવાર સુધી રોપવેના મેન્ટેનન્સ લઈને યાત્રિકો માટે રોપ-વેની સુવિધા બંધ રાખવામાં આવનાર છે.
આ સમય દરમ્યાન યાત્રિકોને નિજ મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જઈ શકે  તે માટેની સુવિધા કરવામાં આવી છે એક સપ્તાહ સુધી ચાલનારા મેન્ટેનન્સ કામ બાદ 1 માર્ચથી આ સુવિધા રાબેતા મુજબ કાર્યરત કરાશે, એમ જાણવા મળે છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer