રોમેન્ટિક હીરો બનવાનું મારું સપનું હતું : કાર્તિક આર્યન

રોમેન્ટિક હીરો બનવાનું મારું સપનું હતું : કાર્તિક આર્યન
સોનું કે ટિટુ કી સ્વીટી ફિલ્મમાં અભિનય કરીને લાઇમલાઇટમાં આવી ગયેલા અભિનેતા કાર્તિક આર્યનની ત્યાર બાદ રજૂ થયેલી ત્રણે ફિલ્મો સફળ રહી છે. હવે તેની ફિલ્મ લવ આજ કલ રજૂ થઈ રહી છે. અગાઉની સફળતાને લીધે તું માનસિક દબાણ અનુભવી રહ્યો છે એવા સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું હતું કે, દરેક કલાકાર માટે શુક્રવાર અત્યંત મહત્ત્વનો હોય છે. હું પણ મારી ફિલ્મ રજૂ થવાની હોવાથી માનસિક તાણ અનુભવું છું, પરંતુ મેં મારું ઉત્તમ પ્રદાન કર્યું હોવાથી સંતોષ છે. જોકે, લવ આજ કલમાં મેં પહેલી વાર ડબલ રોલ કર્યો છે. આથી મારા માટે આ નવતર અનુભવ છે. ઉપરાંત આમાં મેં રોમેન્ટિક ભૂમિકા ભજવીને મારું સપનું પૂરું કર્યું છે. 
કાર્તિકે પોતાને વિવિધ પ્રકારની ફિલ્મ અૉફર કરનારા ફિલ્મમેકર્સનો આભાર માન્યો છે. તેના મતે આ હિન્દી ફિલ્મોદ્યોગનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. આજે દરેક ફિલ્મમેકર પ્રયોગ કરે છે અને નીતનવી કથાઓ લાવે છે. આનાથી કલાકારને પણ પોતાની ક્ષમતા વધારવા અને દર્શાવવાની તક મળે છે. 
લવ આજ કલ બાદ કાર્તિકની ભૂલ ભૂલૈયા-ટુ અને દોસ્તાના-ટુ આવી રહી છે. આ ત્રણે ફિલ્મમાં તેણે જુદા જ પ્રકારની ભૂમિકા ભજવી છે. ઓમ રાઉતની આગામી ફિલ્મ પણ તેણે સાઇન કરી છે. આ ફિલ્મમાં તે પ્રથમ વાર એકશન દૃશ્યો ભજવશે. જોકે, પ્રથમ વાર એકશન દૃશ્યો કરવાના હોવાથી તેણે તેની આકરી તૈયારી પણ કરવી પડશે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer