આરસીબી નવા લોગો સાથે આઇપીએલની શરૂઆત કરશે

આરસીબી નવા લોગો સાથે આઇપીએલની શરૂઆત કરશે
નવી દિલ્હી, તા.14: આઇપીએલની ફ્રેંચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વેલેન્ટાઇન્સ ડેના મોકા પર તેની ટીમનો નવો લોગો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
નવી સિઝનની શરૂઆત સાથે આરસીબીએ નવા લોગા સાથે લખ્યું છે કે નવો દશકો, નવા લોકો. બે દિવસ પહેલા આરસીબીએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી જૂનો લોગો હટાવી દીધો હતો. આથી ખુદ ટીમનો સુકાની વિરાટ કોહલી હેરાન હતો, પણ હવે આજે નવા લોગા સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેંચાઇઝી સામે આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઇપીએલની પાછલી 12 સિઝનમાં ક્યારે પણ આ ટીમ ચેમ્પિયન બની શકી નથી.
Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer