બૉગસ ખેડૂત બીલ્ડર ભૂપેન્દ્ર શાહની ધરપકડ

નવી મુંબઈ, તા. 14 : ખેડૂત હોવાનું જણાવી ઉરણ પરિસરમાં 80 એકર જમીન વેચાતી લેનાર નવી મુંબઈના વિખ્યાત બીલ્ડર ભૂમિ બીલ્ડર્સ ગ્રુપના માલિક ભૂપેન્દ્ર શાહ સહિત પાંચ જણની ન્હાવા સેવા પોલીસે ધરપકડ કરી છે. છ મહિનાથી આ જમીનના વેચાણના સોદા અલગ અલગ નામે કરાયા હતા.
ભૂપેન્દ્ર શાહે એના સાથીદારોની સહાય વડે લાતુર જિલ્લાના ઓસા ખાતે ખેડૂત હોવાનો દાખલો મેળવ્યો હતો. આ દાખલાના આધારે ભૂપેન્દ્ર શાહે ઉરણ ખાતે 600 કરોડ રૂપિયાની કિંમતની 80 એકર જમીન વેચાતી લીધી હતી. આ અંગે વિક્રમ જનાર્દન ભણગેએ કરેલી ફરિયાદને પગલે નવી મુંબઈ પોલીસે વધુ તપાસ કરતા બનાવટી દાખલાનું પ્રકરણ બહાર આવ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર દૂધેએ જણાવ્યું કે જમીનના મૂળ માલિક સોપાન ગવળી છે. આ જમીન વાધવા અને હિન્દુજા બીલ્ડર ખરીદતા હોવાનું જણાવ્યું હતું. વાધવાના નામે અનિલ સાવંત અને હિન્દુજા તરીકે સતીશ શિર્કેને ઊભા કરવામાં આવ્યા હતા. આ બંનેએ તેમના ફોટા પણ એગ્રિમેન્ટ પર લગાવ્યા હતા. વાધવા અને હિન્દુજા તરીકે સાવંત અને શિર્કેએ આ જમીન 2007માં બનાવટી ભૂપેન્દ્ર શાહને વેચી હતી. 2011માં બનાવટી શાહે આ જમીન મૂળ માલિકની પત્ની રાહીબાઈ ગવળીને વેચ્યા બાદ અસલી ભૂપેન્દ્ર શાહે એ જમીન લાતુર ઓસાથી ખેડૂત હોવાનો દાખલો મળ્યા બાદ તુરંત ખરીદી હતી.

Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer