નિર્ભયા કેસ : સુનાવણી દરમિયાન જજ ભાનુમતી બેહોશ થઈ પડી ગયાં

નવી દિલ્હી તા. 14: નિર્ભયા કેસની ચાલી રહેલી સુનાવણી દરમિયાન, કેસના દોષિતોને અલગ અલગપણે ફાંસી અપાય તેવી માગણી કરતી કેન્દ્ર સરકારની અરજી પરનો પોતાનો આદેશ ડિકટેટ કરાવતી વેળા સર્વોચ્ચ અદાલતની બેન્ચના ન્યાયમૂર્તિ આર. ભાનુમતી કોર્ટ રૂમમાં બેહોશ થઈ પડી ગયા હતા. અન્ય જજીસ અને સ્ટાફ તેમને  ચેમ્બરમાં લઈ ગયા હતા. જો કે થોડી જ મિનિટો બાદ તેઓ ફરી હોશમાં આવી ગયા હતા. બેન્ચે સુનાવણી સ્થગિત કરી દીધી હતી અને જણાવ્યુ હતું કે આદેશ પછીથી જારી કરાશે.સુનાવણી સોમવારે થશે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તબીબોએ જણાવ્યા મુજબ તેમને ભારે તાવ આવતો હતો, રકતદાબ વધી ગયો હતો.
મહિલાપોલીસકર્મી તેમને વ્હીલચેર પર દવાખાના સુધી લઈ ગયા હતા, જયાં તબીબોએ તેમને ચેકઅપ કર્યા હતા. 

Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer