નિઝામ ફંડ કેસમાં પાક હાર્યું : ભારતને મળ્યા 325 કરોડ રૂપિયા

બ્રિટનમાં ચાલતા 70 વર્ષ જૂના
લંડન, તા. 14 : લંડનમાં ચાલી રહેલા નિઝામ ફંડ કેસમાં ભારતે પાકિસ્તાનને પછાડયું છે અને નિજામનો ખજાનો જીતી લીધો છે. જ્યારે પાકિસ્તાનને હાર તો મળી જ છે પણ ભારતને કેસ લડવામાં થયેલા ખર્ચના 65 ટકા રકમ એટલે કે 26 કરોડ રૂપિયા પણ ચુકવવા પડયા છે. આ સાથે જ એક મિલિયન પાઉન્ડથી 35 મિલિયન પાઉન્ડ બનેલી રકમ ભારતની માલિકીની થઈ છે. હૈદરાબાદના નિજામના પૈસા સંબંધિત 70 વર્ષ જુના કેસમાં આ ચુકાદો આવ્યો હતો. લંડનની એક બેન્કમાં 70 વર્ષથી કરોડો રૂપિયા ફસાયેલા હતા. જે હવે પરત મળ્યા છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે બ્રિટનમાં હાઈ કમિશનને 35 મિલિયન પાઉન્ડ (325 કરોડ રૂપિયા) હિસ્સા તરીકે મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર 1948થી નેશનલ વેસ્ટમિન્સ્ટર બેન્કમાં ફસાયેલા હતા. આ રકમ ઉપર પાકિસ્તાને પણ દાવો કર્યો હતો. આ અગાઉ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં હાઈકોર્ટે ભારત અને મુકર્રમ જાહ (હૈદરાબાદના 8મા નિઝામ)ના પક્ષમાં ફેંસલો આપ્યો હતો. બેન્કે અગાઉ જ વિવાદીત રકમ કોર્ટને સોંપી દીધી હતી અને હવે અંતિમ ચુકાદા બાદ 325 કરોડ રૂપિયા નવી દિલ્હી મોકલી દેવામાં આવશે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer