પાર્સલોની ડિલિવરી આપ્યા બાદ 44 હજાર રૂપિયા ચાંઉ કરતો ડિલિવરી વેન્ડર

વડોદરા,તા,14 : પાર્સલની ડિલિવરી આપ્યા  પછી કંપનીની ઓફિસમાં રૂપિયા 44 હજાર જમા કરાવવાને બદલે બારોબાર ચાંઉ કરવાનો આરોપ ધરાવતા શબ્બીર ઘાંચી વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વડોદરાના તરસાલી સોમા તળાવ રીંગરોડ  બંસલ મોલની સામે ખાનગી કંપનીની ઓફિસ આવેલી છે. 35 કર્મચારીઓ ફરજ બજાવે છે જેમાં ડિલિવરી વેન્ડર તરીકે શબ્બીર નુરમોહમદ ઘાંચી રહે છે. આદર્શ નગર જૂની મસ્જિદ તરસાલી બાયપાસ ફરજ બજાવે છે. તરસાલી વિસ્તારમાં આવેલી દુકાનનું કિરાણા વેન્ડર તરીકે રજિસ્ટ્રેશન થયેલું છે. પાર્સલની ડિલિવરી કર્યા પછી બીજા દિવસે કંપનીની ઓફિસમાં કેશિયર પાસે રકમ જમા કરાવવાની હોય છે. ડિલિવરી વેન્ડર શબ્બીર ઘાંચીએ 48 પાર્સલની ડિલિવરી કરી હતી. ડિલિવરી કરી તેના રૂપિયા 32,932 જમા લીધા હતા. બીજા દિવસે શબ્બીર ઘાંચીએ કેશિયર પાસે રૂપિયા  11 હજારથી વધુની રકમ જમા કરાવી હતી. બાકીના રૂપિયા 22 હજાર જમા કરાવ્યા ન હતા. તેવી જ રીતે જતીન વિનોદભાઈ સોહરા પાસેથી ડિલિવરી વેન્ડર શબ્બીર ઘાંચીએ 48 પાર્સલ લીધાં હતાં. વિવિધ સ્થળોએ ડિલિવરી આપ્યા બાદ રૂપિયા 32 હજાર મેળવી લઈ તે પૈકી રૂપિયા 11 હજાર જમા કરાવ્યા હતા. જયારે બાકીના રૂપિયા 22 હજાર જમા કરાવ્યા ન હતા. મકરપુરા પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવ અંગે શબ્બીર ઘાંચી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer