અમેરિકન એમ્બેસી દ્વારા 300 શિક્ષકો માટે કાર્યશાળા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : પાટનગર દિલ્હીસ્થિત અમેરિકન રાજદૂતાવાસની રિજનલ ઇંગ્લિશ લેંગ્વેજ અૉફિસ-`રેલો' દ્વારા મિરાન્ડા હાઉસ કૉલેજના સહકારથી દિલ્હીમાં 18મી અને 19મી ફેબ્રુઆરીએ 300 તાલીમી શિક્ષકો માટે પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
દક્ષિણ અને મધ્ય એશિયામાં અમેરિકા દ્વારા નાણાકીય સહાય મેળવનારા અંગ્રેજી ભાષાના 23 ફેલો અને ચૂંટેલા સ્થાનિક શિક્ષકો તાલીમી શિક્ષકોને બે દિવસની સંવાદાત્મક કાર્યશાળામાં તાલીમ આપશે. આ બે દિવસના કાર્યક્રમમાં શિક્ષકોને વર્ગનું સંચાલન બહેતર રીતે કરવાની, અસરકારક પ્રવૃત્તિઓ કરવાની અને વર્ગમાંના મર્યાદિત સમયનો ઉપયોગ ઉત્તમ રીતે કરવાનો વ્યૂહ ઘડવામાં મદદ કરશે. આ કાર્યક્રમને પગલે શિક્ષકો વધુ સજ્જ બનશે. અમેરિકાની એમ્બેસીના રિજનલ ઇંગ્લિશ લેંગ્વેજ અૉફિસર મારીઆ સ્નારસ્કીએ જણાવ્યું હતું કે `રેલો'નો એક ઉદ્દેશ્ય આ પ્રદેશના શિક્ષકોને સહાયરૂપ થવાનો છે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer