હું શરદ પવાર પર પીએચ.ડી. કરવા ઇચ્છુ છું : ચંદ્રકાંત પાટીલ

પુણે, તા. 14 (પીટીઆઈ): રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર વિશે હું મહાનિબંધ લખીને પીએચ.ડી. કરવા માગું છું એમ ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રકાંત પાટીલે જણાવ્યું છે.
શરદ પવારની મજાક ઉડાવતા પાટીલે જણાવ્યું હતું કે હું શરદ પવાર માત્ર પાંચથી છ સાંસદોની મદદથી રાષ્ટ્ર સ્તરે રાજકારણમાં સક્રિય છે. તેથી તેમની કાર્યપદ્ધતિ વિશે મને જિજ્ઞાસા છે. ખૂબ ઓછા સાંસદો હોવા છતાં તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વનું સ્થાન જાળવી શકયા છે. તેઓ એકીસાથે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે અને સોનિયા ગાંધીને પાસે ધાર્યું કરાવી શકે છે. હું ગ્રેજ્યુએટ હોવા છતાં મને જો પીએચ.ડી. કરવાની મળી શકે કે કેમ તે જાણવા હું ઉત્સુક છું. હું શરદ પવાર માટે આદર અને કુતૂહલતાને કારણે આ કહી રહ્યો છું એમ ચંદ્રકાંત પાટીલે ઉમેર્યું હતું.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer