લાંબા અંતરની ટ્રેનો માટે જોગેશ્વરીમાં 69 કરોડના ખર્ચે બંધાશે ટર્મિનસ

મુંબઈ, તા. 14 : મુંબઈગરાની `લાઇફલાઇન' ગણાતી પરાંની ટ્રેનોનો પ્રવાસ સુખદ અને સરળ બને એ માટે મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોને છેક મુંબઈ સુધી ન લાવતાં પરાંઓમાં જ તેમનો પ્રવાસ પૂરો કરવાની નીતિ નક્કી થઈ છે અને આ નીતિ હેઠળ ગયા વર્ષે રેલવે બજેટમાં પશ્ચિમ રેલવેના જોગેશ્વરી સ્ટેશને નવું ટર્મિનસ બાંધવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આ વર્ષના બજેટમાં ફરી એક કરોડ રૂપિયા આ ટર્મિનસ માટે ફાળવાયા છે. આથી હવે જોગેશ્વરી ટર્મિનસના બાંધકામ માટે ટેન્ડર કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે. વર્ષ 2023 સુધીમાં ટર્મિનસનું કામ પૂરું કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. મધ્ય રેલવેમાં પનવેલ ખાતે કોચિંગ ટર્મિનસ સાથે જોગેશ્વરીના ટર્મિનસનું આયોજન કરાયું છે. આ પ્રકલ્પ માટે 69 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે એવી માહિતી પશ્ચિમ રેલવેના સૂત્રોએ આપી હતી.
જોગેશ્વરીમાં લાંબા અંતરની ટ્રેનો માટે બે પ્લેટફોર્મ બાંધવામાં આવશે. મેઇલ ગાડીઓ નહીં હોય ત્યારે ત્યાંથી લોકલ ટ્રેનોની પણ અવરજવર થઈ શકશે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer