ટેલિકૉમ કંપનીઓને નાણાં ચૂકવવા બાર કલાકની મુદત

નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટની આકરી ફટકાર બાદ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ભારતી ઍરટેલ, વોડાફોન આઇડિયા અને અન્ય મોબાઇલ ફોન સર્વિસ કંપનીઓને આજે મધરાત સુધીમાં નાણાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. 
દરમિયાન,  લેણાંની કાયદેસરની રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલી ટૅલિકોમ કંપનીઓ સામે સખત પગલાં નહીં ભરવાનું જણાવતા પોતાના હુકમને ટૅલિકોમ વિભાગે પાછો ખેંચી લીધો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના આદેશનનું પાલન નહીં થવા સામે મજબૂત વિરોધ નોંધાવ્યા બાદ ટૅલિકોમ વિભાગે આ પગલું ભર્યું હતું.

Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer