ચીનમાં 1716 સ્વાસ્થ્યકર્મી કોરોના વાઈરસની ઝપેટમાં

ચીનમાં 1716 સ્વાસ્થ્યકર્મી કોરોના વાઈરસની ઝપેટમાં
6 ચિકિત્સાકર્મીનો કોરોના વાઈરસે ભોગ લીધો : હૉસ્પિટલોમાં સુરક્ષા ઉપકરણો પહોંચાડવામાં ચીન પ્રશાસન નિષ્ફળ
નવી દિલ્હી, તા. 14 : ચીનમાં કોરોના વાયરસનાં કારણે અત્યારસુધીમાં 6 સ્વાસ્થ્યકર્મીએ પણ જીવ ગુમાવ્યો છે અને 1700થી વધારે સંક્રમિત  છે. સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આ જાણકારી જારી કરવામાં આવી હતી. જીવલેણ કોરોના વાયરસના આતંકમાં ચીનના 1367 લોકોનાં મૃત્યુ થયા છે અને કુલ 45,000થી પણ વધારે લોકો સંક્રમિત છે. ચીનમાં સ્વાસ્થ્યકર્મીઓને સંક્રમણ સુરક્ષા ઉપકરણો અને માસ્ક વિના દિવસ રાત કામ કરતા કર્મચારીઓની ભયાનક સ્થિતિ ઉજાગર કરે છે.
ચીનમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગમાં ઉપમંત્રી જેન યીજિંગના કહેવા પ્રમાણે દેશમાં 1716 સ્વાસ્થ્ય કર્મી કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાં વુહાનમાં જ 1102 ચિકિત્સકોને કોરોના વાયરસ એટલે કે કોવિડ-19નો ચેપ લાગ્યો છે. જ્યારે 400 ચિકિત્સાકર્મી હુબઈમાં સંક્રમિત છે. ચીનનું પ્રશાસન વુહાનની હોસ્પિટલોમાં રક્ષાત્મક સામાન પહોંચાડવામાં નાકામ સાબિત થઈ રહ્યું છે.
વુહાનમાં કર્મચારીઓ કોઈપણ માસ્ક કે રક્ષાત્મક કપડાં વિના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે તેમજ સમયાંતરે બદલવા જરૂરી હોય તેવા માસ્ક અને અન્ય કપડાનો વારંવાર ઉપયોગ કરવો પડે છે. તેવામાં સ્વાસ્થ્ય કર્મીઓ જ કોરોના વાયરસથી સંક્રમિત બની રહ્યા હોવાના કારણે ચીનની સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer